Gujarati Love Shayari – It is often said that love is what keeps people going in this world, as money, fame, and wealth eventually lose their charm. When it comes to love, the mention of couples is inevitable. Many couples love each other so deeply that they even have the strength to fight the world.
That’s why many couples send each other romantic messages regularly. If you too want to send romantic shayari to your partner, we have brought you some beautiful and heart-touching messages that you can share with your partner.
Content
Gujarati Love Shayari
દરેક સંબંધને કોઈ નામ આપવાની જરૂર જ નથી હોતી,
કેટલાક સંબંધને માત્ર દિલથી માન આપવાની જરૂર હોય છે!!
પ્રેમની કોઈ પરમીશન ના હોય સાહેબ,
નજરથી નજર મળે અને કાયદેસર કબજો થાય!!
ફરિયાદ તો બસ ખુદથી છે,
તારાથી તો હંમેશા પ્રેમ જ રહેશે!!
મળીએ ત્યારે આંખમાં હરખ અને
જુદા પડીએ ત્યારે આંખમાં ઝાકળ,
બસ આનું નામ જ સાચો પ્રેમ!!
થોડુક કાચું અને થોડુક પાકું છે,
પણ મારા પ્રેમનું ગણિત સાચું છે!!
Read More
ગુલાલનો રંગ તો ઉડી જાય સાહેબ,
એકવાર પ્રેમના રંગનો અનુભવ કરી જુઓ!!
લાગણીને ક્યાં કોઈ પાળ હોય છે,
એ તો ઢળી પડે જ્યાં ઢાળ હોય છે!!
જેને આપણા અંતરમાં સ્થાન આપ્યું હોય,
એનાથી ક્યારેય કોઈ અંતર ના રાખવું!!
મારું-તમારું આપણું બની જાય,
તેનું નામ પ્રેમ!!
હું સૂર ઢોળું ને એ વીણી લે તો ગીત કહેવાય,
હું શ્વાસ છોડું ને એ ઝીલી લે તો પ્રીત કહેવાય!!
હું તારી જિંદગીમાંથી કશું જ ના માંગું,
તું આપે જો સાથ તો બસ એ જ માંગું!!
હું તારા જીવનનો ભાર નહીં,
પરંતુ મુખ પરનું હાસ્ય બનવા માંગુ છું!!
એમ તો ક્યાં કોઈનું થવાય છે,
પણ થવાય છે ત્યારે પોતાનું પણ ક્યાં રહેવાય છે!!
પ્રેમમાં જબરદસ્તી નહીં,
પ્રેમ જબરદસ્ત હોવો જોઈએ!!
પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું,
ને થઇ જાય પછી એનું કોઈ નિવારણ નથી હોતું!!
Love Shayari Gujarati
પ્રેમનું ગણિત તો અગણિત છે સાહેબ,
સમજાય તો અનંત, ના સમજાય તો શૂન્ય!!
વાત મારી જયારે નીકળી હશે,
સાંભળીને પાંપણો તમારી ઢળી હશે!!
પૂરી તો ખાલી વાર્તાઓ થાય છે,
પ્રેમ તો હંમેશા અધુરો જ રહે છે!!
કેટલા ભાગ્યશાળી હોય છે એ લોકો,
જેનો પ્રેમ જ એનો જીવનસાથી હોય છે!!
મને થઈ ગઈ છે પ્રેમની બીમારી,
સવાર બપોર સાંજ હવે જરૂરત છે તારી!!
પ્રેમ એટલે કોઈપણ અપેક્ષા વગરનું સમર્પણ,
નહીં કે અનેક આશાઓ સાથેનું બંધન!!
તારી સાથે હોવ તો શબ્દો નથી મળતા,
અને એકલો હોવ તો કાગળ નથી વધતા!!
હું જાન બચાવીને રાખું છું એક જાન માટે,
ખબર જ ના પડી ક્યારે આટલો પ્રેમ થઈ ગયો,
એક અંજાન માટે!!
કોઈ સાથે દિલ લાગે એ પ્રેમ નથી,
પણ જેના વગર ક્યાંય દિલ ના લાગે એ પ્રેમ છે!!
દિલ જ્યાં હોય ને,
ત્યાં કોઈ Deal ના હોય!!
અધુરો છે મારો પ્રેમ તારા નામ વિના,
જેમ અધુરી છે રાધા તેના શ્યામ વિના!!
પ્રેમ વગર વિશ્વાસ કરી શકાય,
પરંતુ વિશ્વાસ વગર પ્રેમ ના કરી શકાય!!
નથી જોઈતી મારે દુનિયાની દોલત,
જોઈએ છે તો મારે તારા પ્રેમની એક મોહલત!!
તારો છે સંગાથ તો બધું વ્હાલું લાગે છે,
તારા વગર મારાં શબ્દોને પણ એકલવાયું લાગે છે!!
લાગણીને માપવાથી નહિ,
આપવાથી વધે છે!!
Love Shayari in Gujarati
ભલે ના સમજે કોઈ તારી ને મારી વેદના,
ચાલ ને આપણે સમજી લઈએ એકબીજાની સંવેદના!!
વિચાર્યા વિના થઈ જાય એ પ્રેમ છે,
વિચારીને થાય એ તો એક ગેમ છે!!
મનગમતું જીવનસાથી મેળવવું એટલું અઘરું નથી,
જેટલું એને આખું જીવન મનગમતું રાખવું!!
ચોખ્ખું ગણિત છે, તું બાદ તો જિંદગી બરબાદ!!
હદના દાયરામાં રહેતા શીખી ગયા એ,
જ્યારથી અમને બેહદ ચાહતા શીખી ગયા!!
કોઈ માણસ ગમી જાય એ પ્રેમ નથી,
પરંતુ સતત એ ગમતો રહે એ પ્રેમ છે!!
આ મતલબી દુનિયામાં મોહબ્બત કંઇક આ પ્રકારે થાય છે,
કસમ પ્રેમની ખવાય ને ચાહત શરીરની રખાય છે!!
કોઈ એક વ્યક્તિ થાકી જાય,
અને બંને હારી જાય એનું નામ પ્રેમ!!
તારા નામની મીઠાશ આવી છે ખીલવા,
મન મળે છે જ્યાં ત્યાં છે આકાશ ખીલવા!!
પ્રેમ એટલે બે દિલ, એક આત્મા,
અને બંન્ને એકબીજા માટે પરમાત્મા!!
નજરમાં તો બધા આવે છે,
મારે તો તારા દિલમાં આવવું છે!!
દિલમાં સાચો પ્રેમ હોવો જોઈએ,
બાકી ચહેરા તો બધાના સુંદર જ હોય છે!!
હું નથી ગગન કે મને ચાંદ મળે,
બસ એક તારી ચાહત મળે તો મારા દિલને રાહત મળે!!
કેવી મજાની એ સોનેરી સાંજ હતી,
જ્યારે એણે કહ્યું મારી તો પહેલેથી જ હા હતી!!
પ્રેમના કોઈ માપ ના હોય,
એ તો બસ આપોઆપ હોય!!
Shayari in Gujarati Love
દિલ ભલે બંનેના ધબકતા હોય જુદા જુદા,
પણ ધબકારા બંનેને સંભળાય એનું નામ પ્રેમ!!
કેટલો પ્રેમ કરું છું એ કહી નથી શકતો,
બસ એટલી ખબર છે કે તારા વગર રહી નથી શકતો!!
પ્રેમ એ નથી જે એક ભૂલમાં સાથ છોડી દે,
પ્રેમ એ છે જે હજારો ભૂલ સુધારીને સાથ આપે!!
તમને જોયાને ઉડી ગયો ચૈન,
કરવી હતી દોસ્તીને થઈ ગયો પ્રેમ!!
પ્રેમ છે તો પછી શંકા કેવો,
ને પ્રેમ જો નથી તો હક કેવો!!
સુંદર હોવું જરૂરી નથી દિકુ,
કોઈના માટે જરૂરી હોવું જ સુંદર છે!!
દાવ પર લગાવવી પડે છે જિંદગી,
કોઈના દિલમાં Free Entry ક્યાં મળે છે!!
પ્રેમને સમજવાની કોશિશ કરશો તો સચવાઈ જશે,
બાકી જો પારખવા જશો તો નાશ પામશે!!
છોકરી એની સામે જ રડતી હોય છે,
જે તેના માટે #Special હોય છે!!
આ જિંદગી ચાલી તો રહી હતી,
પણ મેં તારા આવ્યા પછી જીવવાનું ચાલુ કર્યું!!
પ્રેમ ક્યારેય અધુરો રહેતો જ નથી,
અધુરી રહી જાય છે તો બસ એકબીજા
સાથે રહેવાની ઈચ્છા!!
જે કહી દીધું એ શબ્દો હતા, જે ન કહી શક્યો એ લાગણી હતી,
જે કહેવું છે છતાં પણ નથી કહી શકતો એ પ્રેમ છે!!
મારી જિંદગી પર તમારી એવી અસર છે,
દુનિયા માટે તમે એક વ્યક્તિ છો,
પર મારી દુનિયા તમે જ છો!!
એક સપનું તારી સાથે જીવવાનું છે,
બાકી મને ખબર છે કે,
મરવાનું તો એકલા જ છે!!
દિલથી જીવતા રહીશું આપણે એકબીજાના સાથમાં,
તું મારી યાદમાં અને હું તારા ધબકારામાં!!
પ્રેમ શાયરી
વધે જો લાગણી તો મને દેજે,
ઘટે જો લાગણી તો મને કહેજે!!
આંખોથી તમે કરો છો તે સંવાદ મને ગમે છે,
ભીંજવે હૈયાને સ્નેહનો વરસાદ મને ગમે છે!!
કાચી લાગણીથી બંધાયેલો સંબંધ,
હંમેશા દિલ પર પાક્કો રંગ છોડતો જાય છે!!
પ્રેમની શરૂઆત ફ્રેન્ડશીપથી થાય છે,
પણ કેટલીકવાર ફ્રેન્ડશીપનો અંત
પ્રેમના કારણે થાય છે!!
પ્રેમમાં હોઠ નહીં,
હૈયું એક થવું જોઈએ!!
જેના ચહેરા પરની સ્માઈલ તમારી જવાબદારી બની જાય,
સમજી લો એની સાથે પ્રેમ ની શરૂઆત છે!!
જયારે તમને કોઈ ગમે ને,
ત્યારે તમને બધું જ ગમવા લાગે!!
ઝૂકીને તારી આગળ આજે હું ઈઝહાર કરું છું,
ઓયે પાગલ, હું તને બહુ જ પ્રેમ કરું છું!!
દિમાગથી કરેલા પ્રેમ કરતા,
દિલથી કરેલી નફરત વધુ સારી હોય છે!!
હદ તો માત્ર સરહદને હોય,
બાકી પ્રેમ તો અનહદ જ હોય!!
ભીની ભીની માટીની ખુશ્બુ આવી રહી છે,
નજાણે પ્રેમની એ નવી મોસમ આવી રહી છે!!
આ પ્રેમનું ગણિત છે સાહેબ,
અહીં બેમાંથી એક જાય તો કંઈ નથી વધતું!!
હૃદયના ધબકારને સાચવીને રાખ્યો છે,
ક્યારેક એ અણધારી મુલાકાત કરે તો?
કોઈનો ચહેરો સુંદર હોવો જરૂરી નથી,
પણ પ્રેમમાં દિલ સુંદર હોવું જરૂરી છે!!
પ્રેમના અક્ષરો જરા ગાંઠી નાખજો,
લગ્નની પાઘડી ગાંઠવામાં પડી નહીં જાય!!
પ્રેમ એટલે એકબીજા ની સાથે જીવવું નહીં,
પ્રેમ એટલે એકબીજાના શ્વાસમાં જીવવું!!
પ્રેમની પણ અલગ પ્રથા છે,
ક્ષણભરમાં થઈ જાય છે જીવનભર માટે!!
If you liked this post, don’t forget to share and like it on Facebook. Stay connected with “quotesforlife.in” to read more such blog posts. Feel free to share your thoughts with us in the comment box above.